logo

ચેતી જજો ભુજ વાસીઓ, આડેધડ પાર્ક કરશો તો થઇ જશે ટોઇંગ. સીટી ટ્રાફિક દ્વારા કાર્યવાહી.

ભુજ, 18-04-2024

ભુજ શહેર માં સીટી પોલીસ દ્વારા રોડ પર જ્યાં ત્યાં વાહન પાર્ક કરનારા લોકો પર ધોંસ બોલવામાં આવી રહી છે.
સીટી ટ્રાફિક પી આઇ અને તેમના સ્ટાફ દ્વારા ભુજ ના વિવિધ વિસ્તારો માં લોકો દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો ને ટોઇંગ કરવામાં આવ્યું હતું.
ભુજ ના કોમર્સ કોલેજ પાસે આવેલ જય ગોગા ટી ની આસ પાસ રોડ પર પાર્ક કરેલ વાહનો ને ટ્રાફિક પી આઈ પોતે હાજર રહી ને રસ્તો ક્લિયર કરાવ્યું હતું.
ચૂંટણી ના ભણકારા વચ્ચે આ કાર્યવાહી થી લોકો માં ફફડાટ છે, પણ સાથે સાથે લોકમુખે ચર્ચા પણ છે કે આ કાર્યવાહી કેટલો સમય રહેશે, અને સુ આ ફક્ત નાના લોકો માટેજ છે કે આ નેતાઓ ની રેલીયો યોજાય છે ને ત્યારે ટ્રાફિક થાય છે તેનું સુ?

142
6383 views